
Devbhoomi Dwarka News: ગુજરાત જાણે ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની ગયું હોય તેમ સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. એવામાં દ્વારકા જિલ્લામાં દરિયા કિનારેથી બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામના દરિયા કિનારેથી 13.239 કિલો ચરસનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો. 6,61,95,000 કરોડની કિંમતનો 13.23 કિલો ગ્રામ ચરસનો જથ્થો મળી આવતા પોલીસ સતર્ક બની છે.
દ્વારકા દરિયાઈ વિસ્તાર હોવાથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકો માટે સરળતા રહે છે. કિન્તુ પોલીસની સજગતાથી આ પ્રકારનું કામ કરનાર ગુનેગારોને આખરે ઝડપી પાડવામાં આવે છે. જો કે, દરિયા કિનારેથી મળી આવેલ આ બિનવારસી ચરસના જથ્થાને મામલે કલ્યાણપુર પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.