
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. આજે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારતના વિદેશ મંત્રાલયે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જેણે લઈને વિદેશ સચિવ વિક્રમ મિસરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યું, "CCSની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં ભારત પાકિસ્તાનની સિંધુ જળ સંધિ અટકાવી દેવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા પર રદ કરી દેવામાં આવ્યા છે. સાથે ભારતમાં પાકિસ્તાની દૂતવાસોને પણ બંધ કરી દેવાનું જાહેર કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના તમામ રાજદ્વારીઓને એક સપ્તાહની અંદર ભારત છોડી દેવઆ માટે કહેવામાં આવ્યું છે."