New Income Tax Rule For WhatsApp And Instagram: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 25 માર્ચે લોકસભામાં જણાવ્યું હતું કે હવે નવા ઈન્કમટેક્સ બિલ હેઠળ નવી જોગવાઈઓ લાવી રહી છે. ઈન્કમટેક્સ અધિનિયમ હેઠળ વધુ તપાસ માટે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ જેવા એપ્સના ડેટાને એક્સેસ કરવાનો નિયમ લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. નાણાં મંત્રીનું કહેવું છે કે આથી ગેરકાયદેસર ટ્રાન્સેક્શન, કાળાં નાણાં અને ક્રિપ્ટોકરન્સીની તપાસ શક્ય થશે. તેમના કહ્યાં મુજબ હાલમાં જ 200 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી પકડાય છે. જોકે, જે દેશની અડધી GDP માત્ર 10% લોકોના હાથમાં છે, ત્યાં સામાન્ય વ્યક્તિ પાસે કેટલા કાળાં નાણાં અને કેટલી ક્રિપ્ટોકરન્સી હશે તે એક સવાલ છે. સરકાર જે એકતરફી વિચાર કરેછે તે નિયમનો ઉપયોગ સામાન્ય લોકોને બ્લેકમેલ કરવા માટે થઈ શકે છે, જેના કારણે તેમણે હરેસમેન્ટનો પણ સામનો કરવો પડી શકે છે.

