રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ કર્મચારીઓને PMJAY યોજના અંતર્ગત 'G' કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબદીઠ રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે તેમ જણાવાયું છે. PMJAY યોજનાના કાર્ડની ફાળવણી STATE HEALTH AGENCY(SHA)ને સોંપવામાં આવી છે.

