હિમાચલ પ્રદેશના શિમલાના રામપુરમાં ભારે વરસાદ વરસતા બે નાળામાં પૂર આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 20-30થી વધુ ગાડીઓ નાળામાં તણાય હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ચંબા જિલ્લામાં ભૂસ્ખલનના કારણે એક વ્યકિતનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

