Home / Gujarat / Rajkot : Rajkot news: A reckless truck driver collided with two vehicles on Gondal Road

Rajkot news: ગોંડલ રોડ પર બેફામ ટ્રક ચાલકે બે વાહનોને મારી ટક્કર, 2 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત

Rajkot news: ગોંડલ રોડ પર બેફામ ટ્રક ચાલકે બે વાહનોને મારી ટક્કર, 2 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત

ગુજરાતમાં વધુ  એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી  છે. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત રાજકોટના ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક અકસ્માત સર્જાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રક ચાલકે બે વાહનોને ટક્કર મારી

જેમાં એક બેફામ ટ્રક ચાલકે બે સ્કૂટરને  ટક્કર મારી હતી. વાહનોને ટક્કર વાગવાતી બે મહિલાઓ જમની પર પટકાઈ હતી. આ દુર્ઘટનામાં   49 વર્ષીય જ્યોતિબેન મનોજભાઈ બાવનીયા અને તેમની 23 વર્ષીય પુત્રવધૂ જાહ્નવી વ્યોમ બાવનીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

બે પુરુષો ગંભીર રીતે ઘાયલ

 આ ઘટનામાં બંનેના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત  સર્જયા  બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને અટકાયતમાં લઈ લીધો છે. જાણવા મળ્યું છે કે પરિવાર જનોઈ વિધિ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે. ટ્રક ચાલક નશાની હાલતમાં હતો કે પછી કોઇ ટેક્નિકલ ખામીના લીધે અકસ્માત સર્જાયો હતો તે દિશામાં પોલીસ તપાસ અને પૂછપરછ કરી રહી છે. 

Related News

Icon