વૈશ્વિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે આજે શેરબજાર બપોરના સેશનમાં કડડભૂસ થયા છે. સવારે ફ્લેટ ખૂલ્યા બાદ બપોરે સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. જ્યારે નિફ્ટીએ પણ 24,800નું લેવલ ગુમાવ્યું છે. રોકાણકારોની મૂડીમાં અંદાજે 3 લાખ કરોડનું નુકસાન થયું છે.

