
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસનો દોર ચાલી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવીને ગયા ત્યારે હવે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આવતીકાલે ગુજરાત આવશે.
મળતી માહિતી પ્રમાણે, કેવડિયા ખાતે જે.પી નડ્ડાનો એક દિવસનો કાર્યક્રમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજસ્થાનના ધારાસભ્યોનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો છે. ટ્રેનિંગ કેમ્પમા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે.
આવતીકાલે સાંજે વડોદરાથી બાય ચોપર કેવડિયા પહોંચશે. કેવડિયા ખાતે જ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે વડોદરાથી રવાના થશે. બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહા મંત્રી બી.એલ સંતોષ પણ ઉપસ્થિત રહેશે.