Jamnagar News: ગુજરાતભરમાંથી સતત નદી તથા કેનાલમાંથી ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી એક વખત જામનગરમાંથી એક યુવકના ડુબવાની ઘટના સામે આવી રહી છે. જામનગરમાં ફુલીયા હનુમાન પાસે રહેતો અને મજુરી કામ કરતો સુનિલ બચુભાઈ બામરોલીયા નામનો બત્રીસ વર્ષનો યુવાન ગઈકાલે પાછલા તળાવમાં નહાવા માટે પડ્યો હતો. જ્યાં તેનો પગ એકાએક લપસી જતા તે પાણીના ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો અને ડૂબી ગયો હતો.

