
ગુજરાતમાં વધુ એક ખાદ્ય પદાર્થમાંથી જંતુ નિકળવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક મહિલાના હેવમોર આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે.
આઈસ્ક્રીમ કોનમાં ગરોળી મળી આવી હતી
મળતા અહેવાલ પ્રમાણે આઇસ્ક્રીમ કોન ખાધા બાદ એક અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોયું, તો ગરોળી હતી. મહિલાને સતત વોમિટીંગ ત્યારબાદ તબિયત બગડી.મહિલાની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.