
ગુજરાતના અમદાવાદમાં ગઈકાલે રવિવારે (1 જૂન) રમાયેલી IPL 2025 ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને વરસાદ અડચણરૂપ થયો હતો. જેમાં વરસાદને કારણે મેચ નિર્ધારિત સમય શરૂ થઈ શકી ન હતી. જ્યારે હવામાન વિભાગે આગામી 8 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તેવામાં આવતીકાલે મંગળવારે (3 જૂન) અમદાવાદમાં IPL 2025 ની ફાઈનલ મેચ રમાવાની છે, ત્યારે મેચમાં વરસાદનું વિઘ્ન નડે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં કયાં-કેવો રહેશે વરસાદી માહોલ.
8 જૂન સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે 3 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
4 જૂનની આગાહી
રાજ્યમાં 4 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળો અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
5-6 જૂનની આગાહી
આગામી 8 જૂન સુધી રાજ્યમાં 26થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે, ત્યારે 5 જૂને મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અરમેલી, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
7-8 જૂનની આગાહી
7-8 જૂનના રોજ રાજ્યના અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું
રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. તમને જણાવી દઈએ કે, રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રન કર્યા હતા. આ મેચમાં વરસાદને કારણે નિર્ધારિત સમયથી મોડી શરૂ થઈ હતી અને મેચ શરૂ થાય તે પહેલા વરસાદ અડચણરૂપ બન્યો હતો. જ્યારે હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાવાની છે, ત્યારે હવામાનની આગાહી વચ્ચે વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા છે.