Canada news: કેનેડામાં એકવાર ફરીથી ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયાનું સામે આવ્યું છે. કેનેડાના કેલગરી યુનિવર્સિટીમાં એક ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયું છે. વાંકુવરમાં ભારતીય એલચી કચેરીએ ગુરુવારે આ અંગેની જાણકારી આપી હતી. મૃતક ભારતીય વિદ્યાર્થિનીનું નામ તાન્યા ત્યાગી છે. અચાનક થયેલા નિધનથી દુ:ખ વ્યક્ત કર્યું હતું. વધુમાં એલચી કચેરીએ જણાવ્યું કે, દૂતાવાસ અધિકારીઓના સંપર્કમાં છે અને શોકાતુર પરિવારને તમામ મદદ કરવામાં આવશે. આ હજી નક્કી નથી થયું કે, ભારતીય વિદ્યાર્થિનીનું મોત કઈ પરિસ્થિતિમાં થયું છે.

