અમદાવાદ વિમાન દુર્ઘટનાએ લોકોને આઘાત આપ્યો છે. આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 પ્રવાસીઓનું મોત થયું છે. ત્યારે વિજયભાઈ રૂપાણીના રાજકીય સાથીદાર એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજયભાઈ રૂપાણીએ કરેલા કાર્યોને તેમણે યાદ કર્યા હતા. અમે બંનેએ ભાઈઓની જેમ ગુજરાત સરકારના વિકાસના કાર્યો કર્યા હતી. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ ગુજરાતના લોકોને મળે તેવા પ્રયાસો કર્યા હતા.

