
પંજાબ પોલીસે સ્ટેટ સ્પેશ્યલ ઓપરેશન સેલ (SSO)એ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતા જસબીર સિંહ નામના યૂ ટ્યુબરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે જસબીર સિંહની પાકિસ્તાન સમર્થિત જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ યૂટ્યુબરના યૂટ્યુબ પર 11 લાખ કરતા વધુ સબ્સક્રાઇબર્સ છે.
પોલીસે જણાવ્યુ કે રૂપનગરના જસબીર સિંહ પર પાકિસ્તાની જાસુસી એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે જે એક આતંકી સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે. પોલીસે જણાવ્યુ કે જસબીરના હરિયાણાની યૂ ટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક એહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશ સાથે નજીકના સંબંધ હતા જે પાકિસ્તાની હાઇકમિશનનો અધિકારી છે.
પંજાબ પોલીસની તપાસમાં ખબર પડી કે જસબીર સિંહે દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારંભમાં ભાગ લીધો હતો જ્યા તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અધિકારી અને વ્લોગર્સ સાથે થઇ હતી. જસબીરે 2020,2021 અને 2024માં ત્રણ વખત પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, તેના ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કેટલાક પાકિસ્તાન આધારિત ફોન નંબર મળ્યા હતા જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
https://twitter.com/DGPPunjabPolice/status/1930118141654220884
પોલીસે જણાવ્યુ કે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જસીરે આ PIO સાથે પોતાની તમામ કોમ્યુનિકેશન કોન્ટેન્ટને હટાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે તપાસની શંકામાં ના આવે. મોહાલીના SSOCમાં આ કેસને લઇને એક ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.