Supreme Court: કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના આરોપી PFI સભ્ય અબ્દુલ સત્તારની જામીન અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અભય એસ. ઓકે આ ટિપ્પણી કરી હતી. સત્તાર પર 2022 માં કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર શ્રીનિવાસનની હત્યા સંબંધિત કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

