આતંકવાદ મુદ્દે વિશ્વભરમાં પાકિસ્તાનને બેનકાબ કરવા માટે કેન્દ્ર સરકાર સર્વદળિય પ્રતિનિધિ મંડળને મોકલશે. જેમાં કોંગ્રેસ તરફથી સરકારે શશી થરૂરના નામનો પ્રસ્તાવ રાખ્યો તો પાર્ટીએ પોતાની તરફથી મોકલેલા નામના લિસ્ટમાંથી તેને હટાવી દીધું. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો ભારત માટે બોલે છે તેને રાહુલ ગાંધી નફરત કેમ કરે છે?
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, "જયરામ રમેશ પોતાના જ કોંગ્રેસી શશી થરૂરને સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવાનો વિરોધ કરે છે! રાહુલ ગાંધી ભારત માટે બોલતા દરેકનો -પોતાની જ પાર્ટીના લોકોને પણ કેમ નફરત કરે છે?"

