કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે બધું સારું નથી તેવી ચર્ચા ઘણાં સમયથી ચાલી રહી છે. હવે કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 'મારા કેટલાક કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદ ચાલી રહ્યા છે. હું જાણું છું કે તમે બધા જાણો છો કે હું શું વાત કરી રહ્યો છું, કારણ કે તેમાંથી કેટલાક મુદ્દાઓ જાહેરમાં છે. પરંતુ હું અહીં તેના વિશે વાત કરીશ નહીં. હું આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સાથે યોગ્ય મંચ પર ઉઠાવીશ.'

