
મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 22 રાજ્યોમાં ભાજપે પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ દેશમાં સૌથી વધારે લોકસભા બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશના અધ્યક્ષ પર કોઈ નિર્ણય નથી આવ્યો, ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે, યુપીના ભાજપના અધ્યક્ષની નિયુક્તિમાં હજુ સમય લાગશે કારણ કે કોઈ એક નેતાના નામ પર સંમતિ નથી બની. ત્યારે ભાજપ એવુ પણ વિચારી રહ્યું છે કે, કોઈ એવા નેતાને અધ્યક્ષ બનાવવામાં આવે જેથી સપા અને પીડીએનો તોડ નિકડી શકે. તો બીજી બાજુ બ્રામ્હણ સમાજની સપાથી નારાનગીનો પણ લાભ ઉઠાવવાનું પણ ભાજપ વિચારી રહી છે.
ભાજપના સૂત્રો અનુસાર જો આવી સ્થિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થાય છે તો પણ પ્રદેશ યુનિટ પર નિર્ણય આવી શકે છે. તેનું કારણ છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ માટે ઓછામાં ઓછા અડધા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત થયેલા હોવા જોઈએ. ભાજપે દેશમાં કુલ 37 પ્રદેશ યુનિટ્સ બનાવી છે. જેમાં 22ની નિયુક્તિ થઈ ગઈ છે. જેથી હવે ગમે તે સમયે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. એટલે જ યુપી અધ્યક્ષની ચૂંટણી માટે સમય લેવામાં આવી શકે છે. ત્યારે એવી શક્યતાઓ પણ છે કે યુપી સરકારમાં સામેલ કોઈ નેતાને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, જો આવુ થશે તો સરકારમાં પણ ફેરબદલ થઈ શકે છે.