Vadodara Fire News: ગુજરાતભરમાંથી સતત આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. એવામાં વડોદરામાં વિકરાળ આગ લાગવાનો મામલો સામે આવી રહ્યો છે. વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આગનો બનાવ બન્યો છે. આગને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

