
Ahmedabad News: ગુજરાતમાંથી સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કોઠળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. કોથળામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ઇન્દિરાબ્રીજ પાસેથી યુવકનો કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મોડી સાંજે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. તેમજ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેરની રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા હત્યાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.