Home / Gujarat / Ahmedabad : Boy who filmed Ahmedabad Plane Crash says this

Ahmedabad Plane Crashનો VIDEO બનાવનાર યુવક સામે આવ્યો, કહ્યું- 'મારા મિત્રોને બતાવવા માટે રેકોર્ડ...'

અમદાવાદમાં ગુરુવારે બપોરે (12 જૂન) જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે આખી ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થીના કેમેરામાં રેકોર્ડ થયો હતો. એવામાં અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે, બધું આટલું જલ્દી થયું તો તેનો વીડિયો કોઈના ફોનમાં કેવી રીતે રેકોર્ડ કરી લીધો? આ તમામ સવાલોનો જવાબ વીડિયો રેકોર્ડ કરનારા આર્યને ખુદ આપ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આર્યને શું કહ્યું? 

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારો આર્યન ડરેલો છે. ગુરુવારે જ આર્યન પોતાના ગામથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પહોંચીને તેણે જોયું કે, ઘરની પાસે જ એરપોર્ટ છે. એરપોર્ટથી સતત વિમાન અવર-જવર કરી રહ્યા હતા. આ  દૃશ્યએ આર્યનને ઉત્સાહિત કર્યો અને તેની પાસેથી પસાર થઈ રહેલા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન બનાવ્યો. આર્યનનો પ્લાન હતો કે, વિમાનનો વીડિયો બનાવીને ગામડે લઈ જશે અને મિત્રોને બતાવશે. જોકે, આ દરમિયાન એર ઈન્ડિયાનું બોઇંગ-787 વિમાને ઉડાન ભરી. જ્યારે આ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડ્યું તો આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો હતો. 

આર્યને જણાવ્યું કે, "જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તો તેને ખબર નહતી કે, આ વિમાન પડી જશે અને 274 લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. એર ઈન્ડિયાના બોઈંગ-787 પહેલા પસાર થતા વિમાન ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા પરંતુ, આ ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો પરંતુ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને વિમાનમાં સવાર લગભગમાં તમામના મોત નિપજ્યા."

Related News

Icon