Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી આગામી 27મી જૂને નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ ક્રાઈમ બ્રાંચ અને અન્ય ટીમો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરુપે રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચે બેથી ત્રણ દિવસમાં ઘણા હથિયારોને કેસ શોધ્યા છે. રથયાત્રમાં બંદોબસ્ત અને નાસભાગ ન થાય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રથયાત્રામાં ઉપયોગમાં લેનારા તમામ ડ્રોનમાં જીપીએસ સિસ્ટમ લાવવામાં આવશે. આ ઉપરાંત અતિ સંવેદનશીલ વિસ્તારો જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરાશે.

