
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મળેલી તસવીરોમાં પ્લેનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે. અમદાવાદથી એર ઇન્ડિયાનું પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન હતું. આ પ્લેન 11 વર્ષ જૂનું હતું.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી છે. અમિત શાહે તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.
મેઘાણીનગર વિસ્તારમાં IGB કમ્પાઉન્ડમાં એર ઈન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 133 જેટલા લોકો સવાર હતા.