અમદાવાદમાં સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો ચમત્કારિક બચાવ થયો હતો. જે હાલ સારવાર હેઠળ હૉસ્પિટલમાં છે. યુવાનન સ્થિતિ સામાન્ય છે.
વિશ્વાસ કુમાર રમેશનો નવો VIDEO સામે આવ્યો
વિશ્વાસ કુમાર રમેશનો નવો VIDEO સામે આવ્યો છે,VIDEOમાં દેખાઈ રહ્યું છે કે વિશ્વસ કમ્પાઉન્ડમાંથી ચાલતો ચાલતો બહાર આવી રહ્યો છે.
મારી આંખો સામે બધું નષ્ટ થઈ ગયું
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.