
Rajkot News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઈન્ડિયા દ્વારા ખુબ જ સાવચેતી દાખવવામાં આવી રહી છે. એવામાં રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ બંધ કરવામાં આવી છે. રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફલાઇટ આગામી 27 જૂનથી અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવી છે.
જણાવી દઈએ કે, AI 659 મુંબઈ - હિરાસર એરપોર્ટ ડિપાર્ચર સવારે 6.35 કલાકે થતું અને AI 688 હિરાસર - મુંબઈ ડિપાર્ચર સવારે 8.40 કલાકે થતું હતું. આજે સવારે પણ આ જ ફલાઇટ ટેકઓફ ન થતા એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. ઓપરેશનલ કારણો સર અનિશ્ચિત મુદત માટે 27 જૂનથી ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે.