Home / Gujarat / Bhavnagar : 4 arrested with weapons in suspicious condition

Bhavnagar News: કલેક્ટર કચેરી નજીક શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે 4ની ધરપકડ

Bhavnagar News: કલેક્ટર કચેરી નજીક શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે 4ની ધરપકડ

Bhavnagar News: ગુજરાતમાંથી બોગસ લાઈસન્સ દ્વારા હથિયારો ખરીદવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ સાથે જ ગુજરાતમાંથી ઠેર ઠેર ગેરકાયદેસર હથિયાર રાખતા લોકો પણ ઝડપાઈ રહ્યા છે. એવામાં ભાવનગરમાં ચાર લોકોને શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાવનગર કલેક્ટર કચેરી નજીક પેરોલ ફ્લો સ્કવોર્ડે ચાર શખ્સોને શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે ઝડપી લીધા હતા. હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં આકીબભાઇ લાખાપોટા (પાલીતાણા), ઇનાઇતભાઇ ચૌહાણ (સાવરકુંડલા), સમીરભાઇ બુકેરા (મહુવા) અને સાજીદભાઇ જીરૂકા (સાવરકુંડલા)નો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવમાં આવ્યો છે. આરોપીઓ કોઈ સમૂહ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા છે.

Related News

Icon