Home / Business : Market closed flat amid heavy ups and downs, Sensex closed at 74,332 and Nifty at 22,552

ભારે ઉતાર-ચઢાવ વચ્ચે બજાર સપાટ બંધ થયું, સેન્સેક્સ 74,332 અને નિફ્ટી 22,552 પર બંધ 

ભારે ઉતાર-ચઢાવ વચ્ચે બજાર સપાટ બંધ થયું, સેન્સેક્સ 74,332 અને નિફ્ટી 22,552 પર બંધ 

Stock News: વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવાર (7 માર્ચ)માં સ્થાનિક શેરબજારો લગભગ સપાટ બંધ રહ્યા હતા.ગુરુવારે ભારતીય બજારો બંધ થયા પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આવતા મોટા ભાગના માલ પર 25% ટેરિફ લાદી, અસ્થિર વેપાર નીતિમાં વધુ એક વળાંક લીધો અને વૈશ્વિક બજારમાં વધુ અસ્થિરતા સર્જી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બીએસઇ નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે મામૂલી વધારા સાથે 74,347 પોઈન્ટ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન 74,586 પોઈન્ટની ઊંચી અને 74,038 પોઈન્ટની નીચી સપાટી પર સ્વિંગ કર્યા પછી, સેન્સેક્સ 7.51 પોઈન્ટ અથવા 0.01% ના મામૂલી ઘટાડા સાથે 74,332.58 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 પણ ઘટાડા સાથે ખુલ્યો હતો. ઈન્ડેક્સમાં વધઘટ જોવા મળી હતી. નિફ્ટી અંતે 7.80 પોઈન્ટ અથવા 0.03% વધીને 22,552.50 પર બંધ થયો.

બ્રોડર માર્કેટ્સ નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ તેનો અપટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો અને 0.67 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.32 ટકા નીચામાં બંધ રહ્યો હતો.

બેન્કિંગ અને આઈટી ઈન્ડેક્સમાં ઘટાડો
આજે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.24% ના વધારાની સાથે 21,010 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી એફએમસીજીમાં કોઈ ફેરફાર થયો નથી અને તે 51,892ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.22% ના ઘટાડા સાથે 20,378 ના સ્તર પર બંધ થયો. બેન્ક નિફ્ટીમાં 0.27% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 48,498 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 0.85% નો ઘટાડો નોંધાયો હતો અને તે 37,820 ના સ્તરે બંધ થયો હતો.

ટોપ ગેનર્સ
નિફ્ટી 50માં સમાવિષ્ટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ નફો કરનાર હતો, જે 3.04 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ પછી ટાટા મોટર્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બજાજ ઓટો અને હિન્દાલ્કોએ 1.23 ટકા સુધીનો વધારો નોંધાવ્યો હતો.

ટોપ લૂઝર્સ
દરમિયાન, ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, એનટીપીસી, બીપીસીએલ અને ઇન્ફોસીસ નિફ્ટી 50માં સૌથી વધુ પાછળ રહીને 3.78 ટકા સુધી બંધ રહ્યા હતા.

ગુરુવારે બજાર કેવું હતું?
અગાઉના ટ્રેડિંગ સેશનમાં બીએસઇ  સેન્સેક્સ 609.86 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 74,340.09 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી 50 207.40 પોઈન્ટ અથવા 0.93 ટકાના વધારા સાથે 22,544.70 પર બંધ રહ્યો હતો.

ફેબ્રુઆરીમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ચાલુ રહી
ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારોનું ઉપાડ ફેબ્રુઆરીમાં ચાલુ રહ્યું હતું, પરંતુ નાણાકીય ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓમાં વેચાણની ગતિ જાન્યુઆરીમાં મોટા ઉપાડ કરતાં ઘણી ધીમી હતી. જોકે, આર્થિક વૃદ્ધિમાં મંદીની ચિંતા યથાવત્ છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટિરીઝના આંકડાઓ પ્રમાણે  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફાઇનાન્શિયલ સેક્ટરના શેરમાંથી રૂ. 69.91 બિલિયનનું વેચાણ કર્યું હતું, જે મુખ્ય ક્ષેત્રોમાંથી ઉપાડવામાં સૌથી વધુ છે. જો કે, જાન્યુઆરીમાં ઉપાડની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે કારણ કે તે સમયે એફપીઆઇએ નાણાકીય ક્ષેત્રમાં $3 બિલિયનના શેર વેચ્યા હતા.

ટ્રમ્પની વેપાર નીતિના કારણે બજારોમાં ઉથલપાથલ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર તેની ટેરિફ નીતિને અંતિમ સ્વરૂપ આપતી વખતે શેરબજારની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેશે નહીં.

ટ્રમ્પની ઝડપથી બદલાતી વેપાર નીતિએ બજારોમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જો કે, યેન અને સ્વિસ ફ્રેંક જેવી કરન્સી, તેમજ સોનું, એવી કેટલીક અસ્કયામતોમાં સામેલ છે જેમાં રોકાણકારો સલામતીની શોધમાં આવ્યા છે.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેત મળે છે?
વોલ સ્ટ્રીટ પર જોવા મળેલા ઘટાડા બાદ શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટેરિફ કન્સેશન્સ રોકાણકારોને આશ્વાસન આપવામાં નિષ્ફળ રહી હોવાથી આવું થયું.

અમેરિકાના આર્થિક આંકડાઓએ પણ ચિંતામાં વધારો કર્યો હતો. આ આંકડા પરથી માલુ પડે છે કે, ટ્રમ્પની આર્થિક નીતિઓની સંભવિત નકારાત્મક અસર અંગે ચિંતા વ્યકક્ત કરી હતી. ફેડની બેજ બુક અને ઇન્સ્ટિટ્યૂટ ફોર સપ્લાય મેનેજમેન્ટ (આઇએસએમ) મેન્યુફેક્ચરિંગ રિપોર્ટ બંનેએ ટેરિફને કારણે વધતા ઈનપુટ ખર્ચ વિશે વધતી જતી આશંકાઓ વ્યક્ત  કરી છે.

Related News

Icon