Home / Business : Zydus launches affordable, breakthrough drug for transplant patients

ઝાયડસ લાઇફસાયન્સિસે ANVIMO લોન્ચ કરી, ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે મોટી સફળતા

ઝાયડસ લાઇફસાયન્સિસે ANVIMO લોન્ચ કરી, ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે મોટી સફળતા

Zydus: અગ્રણી સંશોધન આધારિત ગ્લોબલ લાઇફસાયન્સિસ કંપની ઝાયડસે ANVIMO (Letermovir)
લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હેમેટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (એચએસસીટી) અને કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે Cytomegalovirus (CMV) ઈન્ફેક્શનના નિવારણમાં આ એક મોટી સફળતા છે. ANVIMO 240 mg અને 480 mgના ડોઝમાં ઉપલબ્ધ રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં સીએમવી ઇન્ફેક્શન સૌથી ગંભીર સમસ્યાઓ પૈકીની એક છે જેનાથી ગ્રાફ્ટ ફેલ્યોર, આવરદામાં ઘટાડો અને લાંબો સમય હોસ્પિટલમાં રોકાવા જેવા પડકારો ઊભા થઈ શકે છે. ganciclovir અને valganciclovir જેવી પરંપરાગત સીએમવી સારવારોની ટોક્સિસિટી અને બોન મેરો સપ્રેશન સહિતની નોંધપાત્ર મર્યાદાઓ છે. Letermovir સુરક્ષિત, સહન કરી શકાય તેવો અને અસરકારક વિકલ્પ પૂરો પાડે છે જે ટ્રાન્સપ્લાન્ટના પરિણામો સુધારે છે ઉપરાંત વધુ સારી સુરક્ષા અને ઓછી સાઇડ ઇફેક્ટ્સ ધરાવે છે.

ટ્રાન્સપ્લાન્ટેશન એ જીવનરક્ષક છે પરંતુ ભારતમાં તે નાણાંકીય બોજ ઊભો કરનારી પ્રક્રિયા છે. ટ્રાન્સપ્લાન્ટેશન પછીની સંભાળ, ખાસ કરીને CMV prophylaxis નો ઊંચો ખર્ચ આ બોજમાં વધારો કરે છે. અત્યાર સુધી ઇનોવેટર Letermovir 240 mgની મહિને રૂ.5 લાખથી વધુની કિંમતે આયાત કરવામાં આવતી હતી જેનાથી તેની પહોંચ ખૂબ જ મર્યાદિત રહેતી હતી. ANVIMO ના લોન્ચથી ઝાયડસે ઇનોવેટરની કિંમતમાં 91 ટકાનો નોંધપાત્ર ઘટાડો કર્યો છે જેનાથી CMV prophylaxis ની સારવાર ભારતીય દર્દીઓ માટે ખૂબ જ કિફાયતી બની છે. ANVIMO એ રેફરન્સ ડ્રગ સાથે બાયોઇક્વિલન્સ સ્થાપિત કર્યું છે અને ખૂબ જ નજીવી કિંમતે ગુણવત્તા સુનિશ્ચિત કરી છે.

આ લોન્ચ અંગે ઝાયડસ લાઇફસાયન્સિસના એમડી ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે ANVIMO ની રજૂઆત ભારતમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કેરમાં એક નવા યુગનો પ્રારંભ દર્શાવે છે. આ ખૂબ જ મહત્વની થેરાપીને કિફાયતી અને સુલભ બનાવીને અમે વિશ્વકક્ષાના હેલ્થકેર સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને કિફાયતી દરે જીવનરક્ષક સારવારની પહોંચ મળી રહે.

ANVIMO સાથે ઝાયડસ લાઇફસાયન્સિસ ભારતમાં CMV prophylaxis માં પરિવર્તન લાવી રહી છે અને સુનિશ્ચિત કરે છે કે વધુને વધુ ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને સમયસર, અસરકારક અને કિફાયતી સંભાળ મળી રહે જેનાથી છેવટે જીવન બચાવવાનો દર અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે.

Related News

Icon