Home / Business : Stock Market: Rs 6 lakh crore rain in 10 seconds, Sensex jumps 991 points

Stock Market: 10 સેકન્ડમાં 6 લાખ કરોડ રૂપિયાનો વરસાદ, Sensex 991 પોઈન્ટ ઉછળ્યો

Stock Market: 10 સેકન્ડમાં 6 લાખ કરોડ રૂપિયાનો વરસાદ, Sensex 991 પોઈન્ટ ઉછળ્યો

Stock Market: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) દ્વારા ટેરિફ દરોમાં(Teriff Rate) 90 દિવસની રાહતની અસર આજે ભારતીય શેરબજારમાં(Indian Stock market) પણ જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા દિવસે, BSE Sensex 988.34 પોઈન્ટના વધારા સાથે 74,835.49 પોઈન્ટ પર ખુલ્યો અને NSE Nifty 50 ઈન્ડેક્સ 296.25 પોઈન્ટના વધારા સાથે 22,695.40 પોઈન્ટ પર ખુલ્યો. આ અઠવાડિયે ભારતીય બજારમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ અઠવાડિયે સોમવારે થયેલા વિનાશક ઘટાડા પછી, મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી. પરંતુ બુધવારે બજારમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો. ગુરુવારે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Sensexની 30 માંથી 28 કંપનીઓએ લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું

શુક્રવારે, Sensexની 30 માંથી 28 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં ખુલ્યા, જ્યારે બાકીની 2 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં ખુલ્યા. બીજી તરફ, નિફ્ટી 50  ની તમામ 50  કંપનીઓના શેરમાં તેજી સાથે લીલા નિશાન પર વેપાર શરૂ થયો. આજે, Sensex કંપનીઓમાં, સન ફાર્માના શેર સૌથી વધુ 4.80 ટકાના વધારા સાથે ખુલ્યા અને TCSના શેર સૌથી વધુ 0.10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

Tata Motors અને Tata Steelના ભાવમાં પણ તીવ્ર વધારો થયો

આ ઉપરાંત, આજે Tata Motors ના શેર 3.52 ટકા, Tata Steel 2.79 ટકા, Tech Mahindra 2.15 ટકા, HDFC બેંક 1.84 ટકા, Eternal 1.84 ટકા, Infosys 1.77 ટકા, Ultratech Cement 1.70 ટકા, Adani Ports 1.65 ટકા, Bajaj Finance 1.58 ટકા, Titan 1.57 ટકા,  Larsen & Toubro  1.57 ટકા, Bajaj Finserv 1.49 ટકા, Reliance Industries 1.43 ટકા, SBI 1.41 ટકા, Bharati airtel 1.41 ટકા, HCL Tech 1.17 ટકા, Hindustan Unilever 1.06 ટકા, ICICI બેંક 1.04 ટકા, Power Grid 1.01 ટકાના વધારા સાથે ખુલ્યા.

આજે શુક્રવારે NTPC, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ITC, એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ બેંકના શેર પણ વધારા સાથે ખુલ્યા.

રોકાણકારોની સંપત્તિમાં 5.77 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો

એક ટ્રેડિંગ દિવસ પહેલા, એટલે કે 9 એપ્રિલ, 2025 ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેરનું કુલ માર્કેટ કેપ રૂ. 3,93,82,333.22 કરોડ હતું. આજે એટલે કે ૮ એપ્રિલે બજાર ખુલતાની સાથે જ તે ૩,૯૯,૬૦,૦૨૨.૩૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં રૂ. ૫,૭૭,૬૮૯.૧૨ કરોડનો વધારો થયો છે.

Related News

Icon