છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે એકી સાથે ત્રણ મકાનોમાં આગ લાગી ગઈ હતી. મળસ્કે 4 વાગ્યે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આદિવાસી પરિવારોના ત્રણેય મકાનો આગમાં સ્વાહા થયાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ત્રણેય પરિવારના લોકોનો આબાદ બચાવ થયો છે. પિતા રાઠવા ધોળિયાભાઈ ભદુભાઇ અને તેમના પુત્રો કમલેશ અને દૂરસિંગના એકબીજાને અડીને મકાનો આવેલા હતા. સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. છોટાઉદેપુર ફાયર વિભાગને કોલ કરતા ફાયર ટીમે સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. આગના કારણે લાખોનું નુકશાન થયું છે. સાથે જ ત્રણેય પરિવાર ઘર વિહોણા બન્યા છે.