વર્તમાન યુગ ટેક્નોલોજી અને એઆઈનો છે. ત્યારે રેડ એન્ડ વાઈટ સ્કીલ એજ્યુકેશન સંસ્થાએ જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન નોંધપાત્ર કારકિર્દી વિકાસ નોંધાવ્યો છે. જેમાં 248 કંપનીમાં 400થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વેબ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઈન, સાયબર સિક્યુરિટી, ગ્રાફિક ડિઝાઈન, એનિમેશન, જેવા કોર્સના વિદ્યાર્થીઓને તક મળે છે.
સંસ્થા દ્વારા જણાવાયું કે, આ પરિણામો માત્ર સંસ્થાની મહેનત નહી પણ વિદ્યાર્થીોની કટિબધ્ધતા અને સ્કીલ ઈન્ડિયાના ધ્યેયોને પાંખ આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ પ્લેસમેન્ટના આંકડાઓ જોઈને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી રહ્યો છે. સંસ્થાની નવી પ્રવેશ પ્રક્રિયાઓમાં પણ તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.