દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા છે. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે અટકાયત કરી છે. બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી છે. જામીન રદ્દ કરવા રિવિઝન્લ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

