
Dahod News: દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક સગીરનો મૃતદેહ એક બંધ પડેલી કારમાંથી મળી આવતા ચમકચારી મચી જવા પામી છે. દાહોદ જિલ્લામાં લીમડી નગરનો ગુમ થયેલ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યો છે. લીમડી નગરના 12 વર્ષીય હર્ષ સોનીનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ગતરોજ બપોરના સમયે બાળક ગુમ થયો હતો. પોલીસ અને પરિવાર દ્વારા રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરી હતી. બપોરના સમયે બાળકનો મૃતદેહ ખાનગી પ્લોટમાં પડી રહેલ નોન યુસ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ગામના તમામ સીસીટીવી બંધ હોવાથી તપાસમાં વિલંબ થયો હતો. લીમડી નગરમાં લગાવેલ તમામ સીસીટીવી શોભના ગાંઠિયા સમાન નિકળ્યા. હાલ DYSP સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.