Home / Gujarat / Dang : Heavy rains in Dang district, many roads closed due to flood

VIDEO: ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગા, પૂરની સ્થિતિથી અનેક રસ્તાઓ બંધ; જનજીવન ખોરવાયું

ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા ઘોડવહળ ગામ નજીકનો કોઝવે ઘસમસતા  પાણીમાં ગરકાવ થતાં જિલ્લા મથક આહવા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ખાપરી નદીમાં પાણીના વધતા પ્રવાહને કારણે ઘોડાપુરથી ભવાનદગડ અને આમસરવળ જતા કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સાપુતારા-સામગાહન રાજ્ય ધોરીમાર્ગ પર પણ વૃક્ષ સહિત ભેખડ ધસી પડતાં માર્ગ અવરોધાયો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon