
Surat news: રાજ્યના સૌથી વધુ ગુનાઓ થાય છે તેવા ગુનાઓના હબ એવા સુરત શહેરના જહાંગીરપુરામાં યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી લીધી છે. પૂર્વ ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહની પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પૂર્વ ભાજપના મહામંત્રીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપીએ તેને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે બનાવની ગંભીરતા જોતા આરોપીને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ યુવતીને કયા કયા લઈ જવામાં આવી હતી અને અન્ય બાબતોની તપાસ કરી પૂર્વ ભાજપના આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતા પાર્ટીએ હાલ પૂર્વ ભાજપના મહામંત્રીને પાર્ટી માંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.