
Gandhinagar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી DySP કક્ષાના અધિકારીઓ પ્રમોશનની પ્રતીક્ષામાં હતા, ત્યારે આજે આજે 17 DySPને તેઓની મૂળ જગ્યાએ જ SP તરીકે પ્રમોશન આપી એડહોક તરીકે નિમણૂક આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આજે રાજ્યમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહેતા કુલ 17 અધિકારીઓને તેમના પોતાના મૂળ સ્થાને ખાલી પડેલી જગ્યાએ વર્ગ-1 એસપી તરીકે એડહોક નિમણૂક આપી અપગ્રેડ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને નિર્ણય કરાયો છે. એસ.એસ.રઘુવંશીને રાજકોટ ગ્રામ્યમાં એસપી તરીકે એડહોક નિમણૂક અપાઈ છે. જુઓ નીચે સંપૂર્ણ યાદી.
17 DYSPને SP રેન્કમાં પ્રમોશન
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી)ને SP રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-1 એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.