પાડોશી દેશ મ્યાનમારની ધરતી ફરી એકવાર ધરતીકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. સોમવાર 14 એપ્રિલ 2025 સવારે ભૂકંપના આચકાથી ધરતી ધ્રૂજવા લાગી હતી. આનાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તાજેતરમાં આવેલા ભૂકંપથી હજી ડર સમાપ્ત નથી થયો ત્યાં ફરી ભૂકંપ આવી જતા લોકોની ભય ફરી તાજો થયો હતો. ધરતીકંપના આંચકાથી લોકો ઘરબહાર દોડી આવ્યા હતા. તેઓને 28 દિવસ પહેલા આવેલા વિનાશકારી ભૂકંપના સંસ્મરણો તાજા થયા હતા.

