Home / India : EC has announced that the new or revised voter ID card will be available within 15 days.

હવે 15 દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે, ચૂંટણી પંચની જાહેરાત

હવે 15 દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે, ચૂંટણી પંચની જાહેરાત

દેશના નાગરિકોએ હવે મતદાર ઓળખપત્ર બનાવવા માટે કે પછી તેમાં ફેરફાર કરવા માટે મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. દેશના નાગરિકોએ વૉટર આઈડી કાર્ડ બનાવવા માટે લાંબી રાહ નહીં જોવી પડે તેમજ ઓફિસોમાં ધક્કા પણ ખાવા નહીં પડે, કારણ કે, ચૂંટણી પંચ (EC)એ મતદાર ઓળખ પત્રને લઈને મહત્ત્વની પહેલ કરી છે. ચૂંટણી પંચે મતદાર ઓળખ પત્રની પ્રક્રિયાને સંપૂર્ણ બદલી નાખી છે. નવા નિયમ મુજબ હવે નાગરિકોને માત્ર 15 દિવસમાં જ નવું અથવા ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મળી જશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હવે માત્ર 15 દિવસમાં મળી જશે વૉટર આઈડી કાર્ડ

ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કામકાજના 15 દિવસમાં મતદારને કાર્ડ સોંપી દેવામાં આવશે. અગાઉ નવું કે પછી ફેરફાર કરેલું મતદાર ઓળખ પત્ર મેળવવામાં અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, જોકે નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન, કાર્ડ પ્રિન્ટિંગ અને ડિલીવરી પ્રક્રિયા સમયબદ્ધ કરી દેવાઈ છે. આ નવી વ્યવસ્થા માત્ર નવા વૉટર આઈડી કાર્ડ માટે જ નહીં, પરંતુ જે મતદારો કાર્ડમાં નામ, સરનામું, ફોટો અથવા ઊંમરમાં ફેરફાર કરવા માંગે છે, તેમના પર પણ લાગુ થઈ ગઈ છે.

ચૂંટણી પંચે શું કહ્યું?

ચૂંટણી પંચે (Election Commission) આ નિર્ણયને લોકશાહી ભાગીદારી વધારવા માટેની પહેલ ગણાવી છે. પંચ કહ્યું છે કે, ડિજિટલ અને ફિજિકલ બંને ફોર્મેટમાં મતદાર ઓળખ કાર્ડની ડિલિવરી ટ્રેકે કરવા લાયક બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં આ માટે અલગ ડેસ્ક તૈયાર કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરશો?

જો તમને મતદાન ઓળખપત્રને લઈ કોઈપણ મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ (https://voters.eci.gov.in) પરથી તમામ માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત વોટર આઈડી કાર્ડ મેળવવા માટે વેબસાઈટ પર અરજી પણ કરી શકો છે. આ માટે તમારે જરૂરી દસ્તાવેજો, જેમ કે ઊંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને ફોટો અપલોડ કરવા પડશે. ખાસ કરીને તમે મોબાઈલ નંબર નોંધવાનું ન ભૂલતા, કારણ કે તમામ મોબાઈલ નંબર પર જ સ્ટેટ્સ અપડેત મળતું રહેશે. તમે જે અરજી કરી છે, તેની માહિતી તમને SM અથવા ઈ-મેઈલ દ્વારા પણ મળશે. તમે આ પ્રક્રિયાની સરળાથી ટ્રેક કરી શકશો.

 

 

Related News

Icon