
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું દિગ્દર્શન કરનાર ડાયરેક્ટર એટલી કુમાર હાલમાં તેમની આગામી ફિલ્મ AA22xA6 માટે ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ અને અલ્લુ અર્જુન ઉપરાંત હવે આ ફિલ્મ માટે રશ્મિકા મંદન્નાનું નામ પણ આવી રહ્યું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી પહેલા ફિલ્મ પુષ્પામાં જોવા મળી હતી. ફેન્સને આ જોડી ખૂબ જ ગમી હતી. હવે ફેન્સ એટલીની ફિલ્મમાં રશ્મિકાના હોવાના સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે.
અલ્લુની ફિલ્મમાં રશ્મિકાની એન્ટ્રી
અહેવાલ મુજબ, "એટલીની ફિલ્મનો રશ્મિકા મંદાન્ના પણ એક ભાગ છે. આ ફિલ્મમાં અભિનેત્રી તેના કરિયરના સૌથી બોલ્ડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા અને અલ્લુ વચ્ચેનો ડાયનેમિક્સ પુષ્પાથી સંપૂર્ણપણે અલગ હશે."
એટલી અવતાર જેવી ફિલ્મ બનાવવા માંગે છે
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેત્રીનો લુક ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે. ફિલ્મ વિશે વાત કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ દ્વારા એટલી પોતાની અવતાર જેવી ફિલ્મ બનાવવા માંગે છે જે બે અલગ અલગ યૂનિવર્સમાં સેટ હશે.
ઘણાં અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુલ અને સામંથા પણ જોવા મળી શકે છે. જો કે, અત્યાર સુધી ફક્ત દીપિકા ફિલ્મમાં હોવાનો જાહેરાતનો વિડિયો જ રિલીઝ થયો છે. અન્ય કોઈ અભિનેત્રી વિશે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.