પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આશરે 12:50 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથિમક માહિતી મુજબ, આ વિસ્ફોટમાં 20થી વધુ શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 4 લોકોના મોત નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને બઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટના કારણે બે માળની ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.

