
Junagadh news: જૂનાગઢના ભાજપ અગ્રણી અને બાંધકામ તથા જમીનના ધંધા સાથે સંકળાયેલા અગ્રણીએ તેમજ કાઠી સમાજના આગેવાન ભરતભાઈ વાંકે પોતાની ઓફિસમાં જ લાયસન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી ભરતભાઈ વાંકે આજે બપોરના સમયે દોલતપરા વિસ્તારમાં આવેલા દીપક પેટ્રોલ પંપની સામે આવેલી પોતાની ઓફિસ ખાતે લાઈસન્સ વાળી બંદૂકથી આપઘાત કરી લીધો હતો. આપઘાત અંગે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.
આપઘાત કર્યાના તુરંત જ બાદ ભરતભાઈ વાંકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઈ એફએસએલને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. જે જગ્યાએ તેમને આપઘાત કર્યો ત્યાં સેલફોર્સ દવા પણ મળી છે હાલ તેમનો મોબાઈલ લૉક હોવાથી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.