
Gujarat News: રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતોમાં (સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી) જ્યારે 3638 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.
ચૂંટણીને લઈ ભાજપના સાંંસદ મયંક નાયકનું નિવેદન
ઘણા લાંબા સમય બાદ ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હોય અને પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. જેને લઈને રાજ્ય સભાના સંસદ મયંક નાયકે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જેમાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાનમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને ગામમાં સમરસતા ભાઈચારો જળવાઈ રહે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવી રજૂઆત સંસદે કરી હતી. તો ગત વખતે 93% જેટલા સરપંચમાં ભાજપની વિચારસરણી સાથે જીત્યા હતા અને આવનાર સમયમાં પણ જીત મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચુટંણીઓને આવકારી છે. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહિવટદારથી મુક્તિ મળે. દેશમાં જેને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતના ગામડા ૩૬ મહિનાથી ચુટંયેલા પ્રતિનિધિથી વંચિત છે.
રાજ્યના ૪ હજાર ગામડાના નાગરિકોના અધિકારો પર ભાજપ સરકારે તરાપ મારી છે. વહિવટદાર શાસનને પગલે અનેક વિસ્તારોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદ મળી છે. જાહેર થયેલ ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચુંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામમાં લોક તાંત્રિક પ્રકિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનારા ચુટણી આવકારદાયક, માત્ર ગ્રામ્ય પંચાયત નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી થાય તેવી માંગ છે.
ચૂંટણી મુદ્દે ભાજપ નેતા ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું
કોઈ સિમ્બોલ પર ચૂંટણી લડાતી નથી પણ વિચારધારા સાથે જોડાયેલા લોકો ચૂંટણી લડતા હોય છે. બીજેપીની સરકારમાં વિકાસના કામો ગામે ગામ સુધી થયા છે. કેન્દ્ર સરકારની પણ અનેક યોજનાઓ ગામડાઓ માટે ડિઝાઇન થઈ છે. કેન્દ્રની સાથે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ગામડાઓ અને ગ્રામજનો માટે ઘણા ખરા કામો અને યોજનાઓ બનાવી રહી છે.
ચુંટણી પંચ સ્વાયત સંસ્થા છે એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે એમાં બીજેપીનો કોઈ રોલ નથી હોતો. આજે ચુંટણી જાહેર થઈ ગઇ છે એટલે કોંગ્રેસના આક્ષેપોનો પણ છેદ ઉડી ગયો છે.