Ahmedabad: શહેર પોલીસ દ્વારા પોલીસ લાઈનના વિવિધ સેન્ટરો ઉપર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ યોજાય છે. ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવે છે. અમદાવાદ શહેરની 15 પોલીસ લાઇન ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું છે. સમર કેમ્પમાં ગત વર્ષે 600 બાળકોએ ભાગ લીધો હતો.

