
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરથી લઈને સમગ્ર રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેવામાં સાણંદ શહેરમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાનઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું.
લારી-ગલ્લા અને છાપરાઓ દૂર કરાયા
સાણંદ શહેરમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાણંદમાં રહેણાંક અને કોમર્શિયલ જગ્યાની બહારના ભાગમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને પોલીસ અને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યાં હતા. સોમનાથ સોસાયટીથી ચાલુ કરવામાં આવ્યું હતું. તેમાં ઘણાખરા ગેરકાયદેનું બાંધકામ કરેલ હતું તેની સાથે લારી ગલ્લાઓ અને છાપરાઓને તોડવામાં આવ્યા હતા.
સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ
દબાણ હટાવવાની કાર્યવાહીમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘર્ષણ વધતા પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય અને એસપી દબાણ હટાવવાની આ કામગીરીમાં હાજર રહ્યા હતા. દબાણ હટાવવાની કામગીરીને લઈ શહેરના લોકોના ટોળા જોવા મોટી ઉંમટી પડ્યા હતા.