
દિવસે ને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નર્મદાની મેઈન કેનાલમાં એક પરિણીતાએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ આદરી દેવામાં આવી છે. મહિલા છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કેનાલના સ્થળ પરથી મહિલાનું બેગ મળી આવ્યું હતું.
મહિલાનું બેગ મળ્યું
બોડેલી ખાતેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં જેતપુર તાલુકાના કીકા વાળાની પરિણીત મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થળ ઉપરથી મહિલાનું બેગ મળી આવ્યું છે. મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે કે કેમ તે શંકાના દાયરામાં છે.
શોધખોળ હાથ ધરાઈ
મહિલા છોટાઉદેપુર ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. મહિલાના પરિવારજનોએ છોટાઉદેપુર ફાયરબ્રિગેડની ટીમને તેમજ બોડલી પોલીસને જાણ કરી હતી. જેથી છોટાઉદેપુર ફાયરબ્રિગેડની ટીમે તથા પોલીસે ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી હાલ મહિલાની શોધખોળ હાથ ધરી છે.