ગુજરાત સરકાર દ્વારા એક તરફ પોષણ પખવાડીયા દ્વારા બાળકો, સગર્ભા માતાઓ, કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કુપોષણને મામલે સ્થિતિ અત્યંત બદતર છે. ગુજરાતના બાળકોમાં અવિકસિત હોવાનું પ્રમાણ 39. 53 ટકા જેટલું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ 19.84 બાળકો ઓછું વજન ધરાવે છે.

