
ગુજરાતમાં ચેલેન્જનું રાજકારણ ચાલી રહ્યું છે. કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા.
આ ઘટનાક્રમ બાદ કાંતિ અમૃતિયાનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તે રાજીનામું આપવા નહીં પણ માત્ર વટ માટે જ ગાંધીનગર જતા હોવાનો દાવો કર્યો છે. જોકે, આ ઓડિયોની GSTV કોઇ પૃષ્ટી કરતું નથી.
કાંતિ અમૃતિયા વટ માટે જ ગાંધીનગર ગયા હોવાનો દાવો
એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કાંતિ અમૃતિયા કહે છે કે, હું તમને ચોખવટ કરી દઉં કે કાલે ગાંધીનગર જઇશ, વટ માટે જઉં છું રાજીનામું દેવાનું નથી. તમારે જેટલા થાય તેટલા આવવાનું છે. ચૂંટણી આવવાની નથી.'
આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે શરમજનક ગણી શકાય. કારણ કે ઘણા દિવસોથી ચેલેન્જ વોર ચાલી રહ્યું હોવા છતાં અંતે નેતાઓ પાણીમાં બેસી ગયા હતા. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.