
રાજકોટના ઉપલેટમાં આવેલી ભાદર નદીનો ઇસરા ગામ ચેક ડેમ તૂટી પડતા હજારો લિટર પાણી વેળફાયુ. ખનીજ ચોરી થવાથી ડેમ તૂટયો હોવાનું પૂર્વ પ્રમુખ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા.
ચેકડેમ તૂટવાથી આસપાસના ગામના લોકોની ચિંતા વધી
રાજકોટના ઉપલેટામાં ભાદર નદી પર ઇસરા ગામ નજીકનો ચેકડેમ સવારે અચાનક તૂટી પડ્યો હતો. ઇસર ગામના બાનેશ્વર પાસેનો આ ચેકડેમ તૂટી પડતાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી જવા પામ્યો હતો. ડેમ તૂટયા બાદ વહી ગયેલા પાણીને લઈને આસપાસના ગામના ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે.
ખનીજ ચોરીના કારણે ડેમ તૂટયો હોવાના આક્ષેપ
આ બાબતે પૂર્વ પ્રમુખ દ્વારા ખનીજ ચોરી થવાથી આ ડેમ તૂટયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ વિષયમાં ગુજરાત હાઇકોર્ટમાં PIL પણ દાખલ કરાઇ હોવાની તેમજ ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપ સાથેની વાત પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું.