
લીંબાયતમાં માથાભારે અને ખંડણીખોર તરીકે કુખ્યાત વસીમ પાર્સલે પાડોશી યુવકના મકાનનો સોદો ૬.૧૦ લાખમાં કરી રૂપિયા ચૂકવ્યા વિના જ બીજાને ભાડે આપી દીધું હતું. મકાનનો કબજો પરત આપવા બે લાખની ખંડણી માંગતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે પોલીસે વસીમ પાર્સલ ની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી છે તેની સાથે જ જે વિસ્તારમાં આતંક મચાવતો હતો તે જ વિસ્તારમાં લોકોમાંથી તેનો ભાઈ દૂર કરવા સરઘસ પણ કાઢ્યું હતું.
મકાન ભાડે ચડાવી દીધુ
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તારમાં રહેતા અને અનુસૂચિત જ્ઞાતિના યુવકે વસીમને પોતાનું મકાન ૨૦૨૩માં ૬.૧૦ લાખમાં વેચ્યું હતું. છ મિહનામાં જ નાણાં ચૂકવી દેવાનું જણાવનાર વસીમ પાર્સલે એક પણ રૂપિયો આપ્યો ન હતો અને ભાડે ચડાવી દીધું હતું.
બે લાખ માગ્યા
એક પણ રૂપિયો નહિ ચૂકવવામાં આવતાં આ યુવક ગત ૧૮મી ઓગસ્ટે મકાનનો કબજો લેવા પહોંચતા વસીમ અને તેના સાગરિત શાહબુદ્દીને કબજો ખાલી કરવાના બે લાખ રૂપિયા ખંડણી તરીકે માંગ્યા હતા. મહિનાઓથી ફરિયાદ નોંધવા માટે રઝળપાટ કરતાં આ યુવકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.