Home / Gujarat / Surat : Surat: A cheque of Rs 1 lakh was presented to the disabled youth Manoj, who gave a painting to PM Modi

સુરત: PM મોદીને પેઈન્ટિંગ આપનાર દિવ્યાંગ યુવક મનોજને 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

સુરત શહેરમાં પીએમ મોદી બે દિવસ અગાઉ આવ્યા હતા. જે દરમ્યાન રોડ-શો દરમ્યાન દિવ્યાંગ યુવક મનોજ ભીંગારેની પેઈન્ટિંગ જોઈ પીએમએ દિવ્યાંગ યુવકને અભિનંદન આપ્યા હતા. આ યુવકને આજ રોજ ભાજપ કાર્યાલય ખાતે દિવ્યાંગ યુવક મનોજ ભીંગારે ને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ એક લાખ રૂપિયાની રકમ દિવ્યાંગ યુવક મનોજ વધુ સારા પેન્ટિંગ કરી શકે અને વધુ સાધનો વસાવી શકે એના માટે ચેક આપવામાં આવ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિવ્યાંગ યુવક મનોજ ભીગારેની પેન્ટિંગ જોઈ મોદી દ્વારા દિવ્યાંગ યુવકને અભિનંદન આપ્યા હતા

સુરતના રહેવાસી મનોજ ભીંગારેએ બાળપણમાં 10 વર્ષની વયે બસ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા અને ત્યારબાદ દિવ્યાંગ મનોજ મોં અને પગથી પેઈન્ટિંગ શરૂ કરી હતી.

મનોજે ભારે મહેનતથી પીએમ મોદી અને રામમંદિરનું પેઈન્ટિંગ બનાવ્યું હતું. પેઈન્ટિંગ બનાવ્યા પછી મનોજે આ ચિત્ર પીએમ મોદીને ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે બે દિવસ પીએમ મોદી સુરત મુલાકાતે આવ્યા ત્યારે મનોદની ઈચ્છા ફળીભૂત થઈ હતી. ત્યારે આજે સુરતમાં આવેલા ભાજપના કાર્યાલયમાં મનોજને રૂપિયા  એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જેથી તે સારા અને વધુ પેઈન્ટિંગ બનાવી શકે. 

Related News

Icon